અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પરિસરમાં સફાઈ શ્રમદાન કર્યું
Live TV
-
રાષ્ટ્ર કે સંસ્થાનો વિકાસ ત્યારે જ થઈ શકે છે જ્યારે લોકો સ્વચ્છતાનું મહત્વ સમજે અને તેના પરિસરને સ્વચ્છ રાખે તે માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે 1 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન નું આહવાન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન સાથે જોડાઈને પરિસરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી .જેના ભાગરૂપે આજે દરેક કર્મયોગી તેના યોગદાન આપી પોતાની ઓફિસ અને કેમ્પસમાં સફાઈ કરી હતી.
સાથે જ આજના દિવસે સ્વચ્છતા અંગે કર્મચારીઓ દ્વારા શપથ પણ લેવામાં આવી હતી. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ દ્વારા વર્ષ દરમિયાન અઠવાડિયાના એક દિવસ સ્વચ્છતા દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
