Skip to main content
Settings Settings for Dark

સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાલમ ખાતે શ્રમદાન કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

Live TV

X
  • દેશભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં મહાશ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિસનગર તાલુકાના વાલમ ખાતે શ્રમદાન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્વચ્છતાને સ્વભાવ બનાવી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે સૌના સાથ અને સહિયારા વિકાસથી કામ કરવું પડશે.

    આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે દેશ અમૃત કાળમાં પ્રવેશ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રીએ આપેલ સામાજિક અભિયાનોથી રાષ્ટ્ર ગૌરવવંતુ બની રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કન્યા કેળવણી,બેટી બચાઓ સહિતના વિવિધ અભિયાનોથી રોપેલા બીજ આજે વટવૃક્ષ બની દિકરીઓ થકી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે.
      
    આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે , પ્રધાનમંત્રીએ  મહિલાઓને લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં 33 ટકા અનામત આપી રાષ્ટ્ર સેવાની તક આપી છે.તેમણે જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધીજીએ આઝાદીના સંદેશને પ્રસારવા માટે વિવિધ સામાજિક અભિયાનો થકી રાષ્ટ્રને જાગૃત કર્યો હતો
     
    આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતાને સ્વભાવમાં અપનાવી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણની અપીલ દેશના પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. સ્વચ્છ રાષ્ટ્રથી સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ નાગરિકથી સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સૌના સાથ અને સૌના પ્રયાસની જરૂરી છે.
     
    રાષ્ટ્ર સેવા પાણી,વીજળીની બચત કરીને કરી શકાય છે.તેમણે ઉમેર્યું હતુ કે સ્વચ્છતા આપણા સ્વભાવમાં હોવી જોઇએ જે માટે રાષ્ટ્રભાવના પ્રબળ બનાવી રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવા તેમણે જણાવ્યું હતું.

    દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં દેશના નાગિરોકને જોડવાનું કામ કર્યું છે.ત્યારે આપણે પણ આપણા ગામથી શરૂઆત કરીને સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ, કુપોષણ મુક્ત ગામ અભિયાન થકી રાષ્ટ્રનું ગૌરવ વધારીએ. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે પૂજ્ય બાપુને સ્વચ્છાંજલિ અર્પણ કરી સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો આ વિશેષ કાર્યક્રમ છે દેશમાં આજે સ્વાસ્થ્ય સેવાઓ વધુ પ્રબળ બની છે. આયુષ્યમાન ભારત યોજના દેશના કરોડો નાગરિકો માટે આશીર્વાદરૂપ બની વિશ્વની સૌથી મોટી વીમા યોજના તરીકે જાણીતી બની છે જેનું આપણે સૌ ગૌરવ લઇ શકીએ. 

     પ્રધાનમંત્રી નરેન્દ્રભ મોદીના આહ્વવાન ને પગલે આજે 1લી ઓકટોબરે સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન 'એક તારીખ, એક કલાક, એક સાથ' મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા સમગ્ર ગુજરાતમાં પણ આજે વિવિધ જાહેર સ્થળોએ સફાઈ અભિયાન યોજાયું હતું. જેના ભાગરૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ મહાશ્રમદાન કાર્યક્રમમાં જોડાયા હતા. 

    કાર્યક્રમમાં સ્વચ્છતાના શપથ સૌ નાગરિકો અને મહાનુંભાવોએ લીધી હતા આ ઉપરાંત સ્વચ્છતાના સૈનિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત આયુષ્મમાન ભારત કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. 

    આ પ્રસંગે વિસનગર એ.પી.એમ.સી ચેરમેન પ્રિતેશ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ વિસનગર,વિસનગર તાલુકા અને શહેરના અગ્રણીઓ,વાલમ અને ભાન્ડના સરપંચશ્રીઓ, ગામના પ્રબુધ્ધ નાગરિકો,અધિકારી,પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply