Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહ રાણીપ, મુખ્યમંત્રી અને મંત્રી મનસુખ માંડવિયા ઘાટલોડિયા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર આજથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રાણીપ AMTS બસ સ્ટેન્ડ પાસે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા  હતા.

    દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમીત્તે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ આજે અમદાવાદમાં શ્રમદાન આપી રહ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ નેતાઓએ સવારે 10 થી 11  એટલે કે 1 કલાકનું શ્રમદાન આપ્યું હતુ. નેતાઓએ પોતાના વોર્ડ સહિત શહેરના ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર જગ્યાઓ પર શ્રમદાન કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply