"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શ્રમદાન
Live TV
-
મુખ્યમંત્રીએ ઘાટલોડિયા ખાતે સફાઈ અભિયાનમાં જોડાઈ જાહેર સ્થળોએ સફાઈ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશવાસીઓને આજે ગાંધી જયંતીના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી "સ્વછતા હી સેવા" માટેના આહવાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સહભાગી થયા હતા. તેમણે રાજ્યના સૌ નાગરિકોને "સ્વચ્છ ભારત"ના નિર્માણ માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' મંત્ર સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ નેતાઓએ સવારે 10 થી 11 એટલે કે 1 કલાકનું શ્રમદાન આપ્યું હતુ. નેતાઓએ પોતાના વોર્ડ સહિત શહેરના ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર જગ્યાઓ પર શ્રમદાન કર્યું હતુ.
