Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • નવા સર્કિટ હાઉસ સામે સોમનાથ બીચની સામૂહિક સફાઈ કરી કરાયો ૧૦ ટન કરતા વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો

    'સ્વચ્છતા હી સેવા' માસની ઉજવણી અન્વયે પ્રધાનમંત્રીની પ્રેરણાથી 1 ઓક્ટોબર 2023ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ "એક તારીખ એક કલાક" સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને નવા સર્કિટ હાઉસ સામે સોમનાથ બીચ ખાતે સવારે 10 કલાકથી મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.

    આ તકે ઉપસ્થિત તમામ લોકોએ મહાશ્રમદાનમાં ભાગીદારી નોંધાવી અને સોમનાથ બીચની સામૂહિક સફાઈ કરી પ્લાસ્ટિક વેસ્ટ, નકામા ટાયર, ઝબલાઓ, કપડાના ટૂકડાઓ, પ્લાસ્ટિકની ખાલી બોટલો, કાચની નકામી બોટલ સહિતનો કચરો એકત્રિત કર્યો હતો. ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યું હતું કે, મહાશ્રમદાન અભિયાન હેઠળ આશરે 10 ટન કરતા વધુ કચરો એકત્રિત કરાયો હતો જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.

    શ્રમદાનના આ મહાઅભિયાનમાં ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ જણાવ્યું હતું કે, સોમનાથ બીચ સહિત મહાશ્રમદાન થકી 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ'ને પ્રોત્સાહન મળે તે પ્રકારના ઉમદા ધ્યેય સાથે સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે મહત્તમ લોકભાગીદારી જોવા મળી છે. આ જ રીતે પોતાનું ઘર અને આંગણું સહિત ગામ અને શહેરને પણ સ્વચ્છ રાખી 'આપણું શહેર, સ્વચ્છ શહેર' બનાવવા અને સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.

    આ અભિયાનમા શ્રમદાન કરી બીચને સ્વચ્છ બનાવવા નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓ, સફાઈ કામદારઓ, સંસ્કૃત યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત આસપાસના વિસ્તારના રહેવાસીઓની પણ બહોળા પ્રમાણમાં સહભાગીદારી રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply