NFSUએ "એક તારીખ - એક કલાક, સ્વચ્છતા માટે શ્રમદાન" કાર્યક્રમાં ઉત્સાહભેર ભાગ લીધો
Live TV
-
જન ભાગીદારી અને સ્વૈચ્છિકતા એ "સ્વચ્છ ભારત અભિયાન"ની આગવી ઓળખ: કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર દ્વારા તા.1લી ઓક્ટોબર, 2023 ના રોજ “એક તારીખ – એક કલાક, સ્વચ્છતા માટે શ્રમદાન” કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. NFSUના વિદ્યાર્થીઓ, NSS સ્વયંસેવકો, અધ્યાપકગણ, કર્મચારી ગણ સહિત તમામ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઝાડુ લઈને નિયત વિસ્તાર સ્વચ્છ કર્યો હતો. દરેક વ્યક્તિએ ગૌરવ અને સન્માન સાથે આ સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 'સ્વચ્છ ભારત મિશન' શરૂ કર્યું અને હવે તે જન-આંદોલન બની ગયું છે. તેમણે પ્રધાનમંત્રીના નોંધપાત્ર અવતરણને યાદ કર્યું હતું કે "જો સ્વરાજ સત્યાગ્રહીઓ દ્વારા પ્રાપ્ત થશે, તો શ્રેષ્ઠ ભારત સ્વચ્છાગ્રહીઓ દ્વારા પ્રાપ્ત થશે". ડો. વ્યાસે ઉમેર્યું હતું કે જન ભાગીદારી અને સ્વૈચ્છિકતા એ "સ્વચ્છ ભારત અભિયાન"ની આગવી ઓળખ છે અને તેની સફળતાનું કારણ પણ છે. આ દિવસે NFSUના જોઈન્ટ રજીસ્ટ્રાર, NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન, એસોસિયેટ ડીન, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા શ્રમદાનમાં ભાગ લીધો હતો.
