Skip to main content
Settings Settings for Dark

મોરબી ખાતે સંતશ્રી મોરારી બાપુ આયોજિત માનસ શ્રદ્ધાંજલિ રામ કથા શ્રવણમાં મુખ્યમંત્રી સહભાગી થયા

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મોરબી પૂલ દુર્ઘટનાના દિવંગતોની મોક્ષ પ્રાપ્તિ માટે આ માનસ શ્રદ્ધાંજલિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમની મોક્ષ પ્રાપ્તિ માટે હું પણ પ્રાર્થના કરું છું. પૂજ્યશ્રી મોરારી બાપુની ૯૨૪મી રામ કથા શ્રવણ કરવાની પોતાને મળેલી તકને મુખ્યમંત્રીએ સૌભાગ્ય તક ગણાવી હતી. તેમણે મોરારી બાપુની કથાના  શ્રવણથી સત્ય, પ્રેમ, કરુણા અને રામ નામ થકી સૌનું જીવન સાર્થક બને તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રીએ ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે તે સ્વપ્ન સાકાર થાય તેવી પ્રાર્થના વ્યાસપીઠ સમક્ષ નત મસ્તકે કરી હતી.

    આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા અને જયંતીભાઈ કવાડિયા નગર શ્રેષ્ઠીઓ અને નગરજનો તેમજ બહોળી સંખ્યામાં કથાના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply