Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: નૅસ્ટ પબ્લિક સ્કુલ ખાતે ડિસ્કવર યોર ચાઇલ્ડ કાર્નિવલ 2020નું આયોજન

Live TV

X
  • બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા પ્રયોગ

    અમદાવાદમાં નૅસ્ટ પબ્લિક સ્કુલ ખાતે ડિસ્કવર યોર ચાઇલ્ડ કાર્નિવલ 2020 નું આયોજન કરાયું છે. ત્રણ દિવસના આ વિજ્ઞાન મેળામાં અમદાવાદની શાળાઓના બે હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 75 થી પણ વધુ સાયન્સના થ્રી ડી મોડેલ અને પ્રોજેક્ટ તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષણની પદ્ધતિ સમજવામાં સરળતા રહે અને સાથે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ હાલના વિજ્ઞાન અંગે યોગ્ય માર્ગદર્શન મળે તેવા આશયથી આ સાયન્સ કાર્નિવલનું આયોજન કરાયું છે. આ આયોજન બદલ શાળાના શિક્ષકો અને વાલીઓને ભાજપના અગ્રણી નેતા કે સી પટેલે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને 1500 કલાકથી વધુ સમય લાગ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને મેડીકલ જેવા અનેક વિષયો પર પોતાના વિચારો આધારિત મોડેલો તૈયાર કરીને પ્રદર્શિત કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply