Skip to main content
Settings Settings for Dark

રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં દીપડો પાંજરે પૂરાયો

Live TV

X
  • દીપડો પાંજરે પુરાતાં વનવિભાગે અને લોકોએ રાહતનો દમ લીધો છે. પાંચ દિવસ પહેલા દીપડો ઝુમાં આવી ચડતા તેણે હરણનું મારણ કર્યું હતું.

    રાજકોટ શહેરના પ્રદ્યુમન પાર્કમાં ઘૂસેલા દીપડાને વનવિભાગે પકડી પાડ્યો હતો. દીપડો પાંજરે પુરાતાં વનવિભાગે અને લોકોએ રાહતનો દમ લીધો છે. પાંચ દિવસ પહેલા દીપડો ઝુમાં આવી ચડતા તેણે હરણનું મારણ કર્યું હતું. બાદમાં તે છુપાઈ જતા વનવિભાગે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુમાં દીપડા દ્વારા હરણનું મારણ કરવામાં આવ્યુ હતું. હરણના મારણ બાદ તકેદારીના ભાગરૂપે પ્રદ્યુમન પાર્ક ઝુ ને મુલાકાતીઓ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. ગણતરીની કલાકોમાં જ વનવિભાગની મદદથી દીપડાનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સુધી દીપડા માટે વનવિભાગ અને પ્રદ્યુમન પાર્ક ઝૂ દ્વારા રાત્રિના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દીપડાને પકડવા માટે સાત જેટલા પિંજરા પણ મારણ સાથે રાખવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply