અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમની તડામાર તૈયારી
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવી રહ્યાં છે.. તેઓ સીધા જ અમદાવાદ આવવાના છે.. ત્યારે તેમના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ સંપૂર્ણ રીતે તૈયાર છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં અમેરિકી રાષ્ટ્રપતિના સન્માનમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન કાર્યક્રમ સમિતિની રચના કરાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરશે.મોટેરા સ્ટેડિયમની કાયાપલટ કરવામાં આવી છે.. "નમસ્તે ટ્રમ્પ" કાર્યક્રમમા લાખોની જનમેદની જોડાવવાની શક્યતા છે.. 1,10,000 થી પણ વધુ બેઠકોની ક્ષમતા મોટેરા સ્ટેડિયમ ધરાવે છે.. . મોટેરા સ્ટેડિયમ ની આજુબાજુના વિસ્તારોમાં વિવિધ સુરક્ષા એજન્સીઓની ફ્લેગમાર્ચ પણ યોજાઇ હતી. જેમાં તેઓએ સુરક્ષાને લઈને જરૂરી સૂચનાઓ પણ આપી હતી
24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, અમદાવાદ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે અમદાવાદમાં, 22 કિલોમીટર લાંબા રૉડ શૉનું આયોજન કર્યું છે. ભારતી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું છે.. આ કાર્યક્રમમાં હસ્તીઓ અને ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.. અંદાજે દસ હજાર સુરક્ષાકર્મીઓ ખડેપગલે તૈનાત રહેશે..
