અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના અમદાવાદ પ્રવાસને લઇ હવાઈ સફર પર કોઈ અસર નહીં
Live TV
-
તમામ ફ્લાઇટ સમયસર ચાલશે, પ્રવાસીઓને ટિકિટની હાર્ડ કોપી સાથે રાખી સુરક્ષાકર્મીઓને સહયોગ આપવા અપીલ
આવતીકાલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર કોઈપણ કોમર્શિયલ ફ્લાઇટ રોકવામાં નહીં આવે. તમામ ફ્લાઇટ પોતાના નિયત સમય અનુસાર જ ચાલશે. કોઈ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં પણ નહીં આવે. જોકે એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને ટિકીટની હાર્ડકોપી સાથે લઈને આવવા અનુરોધ કર્યો છે. તો સાથે જ સુરક્ષાને લઈને ચુસ્ત વ્યવસ્થા હશે જેથી લોકોને પોતાની ફ્લાઇટના સમયથી ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પહોંચવા માટે અપીલ કરી છે.
