વડોદરા : પાદરા રણુનામુવાડા માર્ગ પાસે અકસ્માતમાં 12 નાં મોત
Live TV
-
ટેમ્પા અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ઘાયલોને વડોદરા તથા પાદરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
વડોદરા. પાદરા નજીક આવેલા મહુવડ- રણુ ગામ વચ્ચે ગઈકાલે મોડી સાંજે ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ટેમ્પોમાં સવાર બાળકો સહીત 12 લોકોના મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા મુસાફરોને સારવાર અર્થે 108 મારફતે વડદોરા, પાદરા અને વડુની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, પાદરા નજીકના ભોજ અને રણુ ગામના મુસ્લિમ પરિવારો આજે સાવલી સ્થિત ગોઠડા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પ્રસંગમાંથી મોડી સાંજે પરત ફરતી વેળાએ મહુવડ ચોકડીથી અંદાજીત 10 મીટર દૂર આઇશર પહોંચ્યો હતો. સામેથી આવેલા ડમ્પર ચાલકે ટેમ્પાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક તરફનુ પડખુ ફાઠી જતા ટેમ્પાનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.
ટેમ્પામાં સવાર 6 જેટલા મુસાફરોનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય 6નુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાજ મોત થયું હતુ
અકસ્માતમાં મોતને ભેટેલા લોકોની યાદી
મોહસિનભાઇ રમઝાનખાન પઠાણ (35) (રહે. ફતેગંજ વડોદરા)
રૂકશાનાબહેન મોસિનભાઇ રમઝાનખાન પઠાણ (35) (રહે. ફતેગંજ વડોદરા)
જૈયેદાબહેન સબ્બીરભાઇ એહમદ મલેક (48) (રહે. રણુ તા. પાદરા)
સુભાનબહેન સજાદભાઇ ઇસ્માઇલભાઇ સીંઘા (32) (રહે. રણુ. તા. પાદરા)
માહેનુરબહેન ફીરોઝભાઇ અલ્લારખાભાઇ ચૌહાણ (8) (ભોજ તા. પાદરા)
નસરીનબહેન ફીરોઝભાઇ અલ્લારખાભાઇ ચૌહાણ (32) (ભોજ. તા.પાદરા)
સલીમ રઝાક શેખ (55) (રહે. સુરત)
અફસાના ઇકબાલ ચૌહાણ (17) (રહે. રણુ તા. પાદરા)
સુફીય અમરસંગ સીંધા (16) (રહે. રણુ તા. પાદરા)
સમીન હનીફ ચૌહાણ (35) (રહે. રણ તા. પાદરા)
મહેક ફીરઝો ચૌહાણ (4) (રહે. ભોજ તા. પાદરા)
સહેનાઝ હીતેશ સોલંકી (35) (રહે. રણુ તા. પાદરા)
