અમદાવાદ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક દીપક ઝાએ તિરંગો ફરકાવ્યો
Live TV
-
સમગ્ર દેશમાં આજે 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં પણ પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતીમાં આવેલ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક દીપક ઝાએ તિરંગો ફરકાવીને સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોરોના સમયમાં રેલવેના કર્મચારીઓએ જે કામગીરી કરી છે તે સરાહનીય છે. કોરોનામાં જીવ ગુમાવનાર રેલ્વે કર્મચારીઓને પણ યાદ કર્યા હતા. આ પ્રસંગે રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યાં હતા.
