અમદાવાદ: પહેલ ફાઉન્ડેશન દ્વારા સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
પહેલ ફાઉન્ડેશન દ્વારા હિલટાઉન ગ્રુપના સહયોગથી નિકોલ, અમદાવાદ ખાતે સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સાયકલોને જરૂરી રીપેરીંગ કરાવીને જરૂરિયાતમંદ 22 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર રાહુલ શર્માએ જણાવ્યુ હતુ કે હુ પોતે સાયકલિસ્ટ છુ અને સાયકલનુ મહત્વ જાણુ છુ. સાયક્લિંગ દરમિયાન નાના ખાડા મુશ્કેલી ઉભી કરે છે. આ અવસરે પૂર્વ ઝોન ટીડીઓ ઘનશ્યામ ખૂંટ, સામજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા.
