અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે ખારીકટ કેનાલમાં થઇ રહેલાં ડી-શીલ્ટીંગ કામનું નિદર્શન
Live TV
-
હવેથી જે કોઇ આ કેનાલને પ્રદુષિત કરશે , તેને સાંખી લેવામાં નહિં આવે-પરેશ રાવલ
રાજ્યની સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ , નદી નાળાંની સફાઇ , અને વરસાદી પાણીના સંગ્રહને વધારવાના પ્રયત્નો અંતર્ગત , ગઈકાલે અમદાવાદ પૂર્વના સાંસદ , પરેશ રાવલે , પૂર્વ અમદાવાદમાં આવેલી, ખારીકટ કેનાલમાં થઇ રહેલાં ,, ડી-શીલ્ટીંગ કામનું નિદર્શન કર્યું હતું. નોંધનીય છે , કે પૂર્વ અમદાવાદમાં આવેલી ખારીકટ કેનાલ , વર્ષોથી ઔધ્યોગિક પ્રદુષણ , અને ગટરોનાં પાણીથી ગંદી હોય છે. જેને સાફ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુચન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા , ધારાસભ્યો, કોર્પોરેટરો, રાજ્ય સરકાર , અને સ્થાનીક લોકોના સહયોગથી ,, ખારીકટ કેનાલને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરેશ રાવલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું, કે હવેથી જે કોઇ આ કેનાલને પ્રદુષિત કરશે , તેને સાંખી લેવામાં નહિં આવે. ઉદ્યોગો દ્વારા થતું પ્રદુષણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે. સોસાયટી અને વસાહતોનું જે ગટરનું પાણી આવે છે , તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે
