બિટકોઈન મામલે હવે શૈલેષ ભટ્ટની મુખ્ય ભૂમિકા સામે આવી
Live TV
-
સુરત ઝોનમાં ફરિયાદ દાખલ કરાવતી સીઆઈડી ક્રાઈમ બ્રાંચ
બિટકોઈન મામલે હવે શૈલેશ ભટ્ટની ભૂમિકા સામે આવી છે. સી.આઈ.ડી. ક્રાઈમમાં શૈલેષ સામે , 131 કરોડના બિટ કોઈન પડાવી લેવા મામલે , સુરત ઝોનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ગઈકાલે સી.આઈ.ડી. ક્રાઈમના ડી.જી.પી. , આશિષ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ડી.જી.પી. શૈલેષ ભટ્ટની સંડોવણી અંગે , માહિતી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ , બિટ કોઈનમાં ફસાયેલા લોકો , સી.આઈ.ડી.ને ફરિયાદ કરે. શૈલેષ ભટ્ટે ધવલ માવાણીનું અપહરણ કર્યું હતું , અને તેની પાસેથી 131 કરોડ રૂપિયાના ,, 2 હજાર , 256 બિટ કોઈન પડાવી લીધા હતા. જેમાં તેને નિકુંજ ભટ્ટે મદદ કરી હતી. નિકુંજ ભટ્ટ, અને અન્ય એકની ધરપકડ કરવામાં આવી છે. શૈલેષ ભટ્ટ ફરાર છે. જ્યારે આ કાંડમાં સામેલ ભૂતપૂર્વ ધારાસભ્ય , નલિન કોટડિયા સામે કલમ 70 મુજબ વોરંટ છે , અને ત્રણ ટીમ તપાસ કરી રહી છે.
