અમદાવાદ બનશે 'સ્પોર્ટ્સ સિટી': બ્રિજ નીચેની ખાલી જગ્યાઓ હવે બનશે આધુનિક સ્પોર્ટ્સ સેન્ટર્સ
Live TV
-
અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાનું 'સ્પોર્ટ્સ સિટી' બનાવવાના વિઝન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
શહેરના વિવિધ બ્રિજ નીચે આવેલી બિનઉપયોગી જગ્યાઓને અત્યાધુનિક 'સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ'માં પરિવર્તિત કરવામાં આવી રહી છે.અહીં અંડરબ્રિજ નીચે સ્પોર્ટ્સ સેન્ટર તૈયાર થઈ ચૂક્યા છે. લક્ષ્મણરાવ વકીલ બ્રિજ, અંજલી બ્રિજ, ઘોડાસર બ્રિજ સહિત અનેક ફ્લાય ઓવરબ્રિજ નીચે સુવિધાઓ વિકસાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે.તમામ પ્રોજેક્ટ્સને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ ચલાવવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ છે.અહીં ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, સ્કેટિંગ ઉપરાંત એરહોકી, ચેસ, કેરમ અને પિકલ બોલ જેવી અનેક રમતોની સુવિધા ઉપલબ્ધ છે. તમામ સેન્ટર્સ પર સીસીટીવી કેમેરા, LED લાઈટીંગ અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવી છે.AMCનો હેતુ બાળકો અને યુવાનોને નજીકના અંતરે રમતગમતની સુવિધાઓ આપીને 'ફિટ અમદાવાદ'ના સ્વપ્નને સાકાર કરવાનો છે. આગામી સમયમાં અહીં સ્થાનિક ટૂર્નામેન્ટ્સ અને કોચિંગ કેમ્પ પણ યોજાશે, જે 2036 ઓલિમ્પિક્સના લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ થશે.
