અમદાવાદ - બોપલ જેસલ શર્મા કેસ મામલે ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન
Live TV
-
9 ફેબ્રુઆરીના રોજ બોપલ-ઘુમા રોડ પર ઇન્ડિયા કોલોની બસસ્ટેન્ડ પાસ સ્કૂલે જતાં વિદ્યાર્થીનું કારની ટક્કર પછી બસ નીચે આવી જતાં મોત નીપજ્યું હતું.
અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત નીપજ્યુ હતુ..ત્યારે પરિવારને ન્યાય ન મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતુ..જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..હાથમાં મીણબત્તી લઈ આ માર્ચ કબીર એન્ક્લેવથી ઉમિયા માતાના મંદિર સુધી યોજાઈ હતી..ઘટનાને 9 દિવસ વીતવા છતા આરોપી સામે કોઈ કડક પગલા ભરાયા નથી..અને આરોપી મુક્ત ફરી રહ્યો છે..મૃતક જેસલ શર્માને સાઈક્લિસ્ટ બની દેશનું નામ રોશન કરવુ હતુ..પરંતુ સ્પીડમાં આવી રહેલી કારે જેસલના સપના અને પરિવારજનોની ખુશીને છીનવી લીધી...ત્યારે જો ન્યાય નહી મળે તો જેસલના પરિવારજનો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી રહ્યા છે..