અમદાવાદ-મુંદ્રાની પહેલી 'ઉડાન'ને CMની લીલીઝંડી
Live TV
-
આજથી ઉડાન યોજનામાં અતર્ગત રાજયના મુન્દ્રા, દીવ અને જામનગરનું અમદાવાદ સાથે હવાઈ માર્ગે જોડાણ કરાયું છે
આજથી ઉડાન યોજનામાં અતર્ગત રાજયના મુન્દ્રા, દીવ અને જામનગરનું અમદાવાદ સાથે હવાઈ માર્ગે જોડાણ કરાયું છે. રાજય તથા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા RCS સ્કીમ ઉડાનની ત્રિપક્ષીય સમજૂતી અનુસાર આ સેવાનો પ્રારંભ થયો છે.
મુખ્યમંત્રીએ અમદાવાદથી મુદ્રા વિમાની સેવાનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આમ આદમી હવાઇસફર કરી શકે તે માટે ઉડે દેશકા આમ નાગરિકના ભાવ સાથે સેવા શરૂ કરાઇ છે. આ યોજનાનો મહત્તમ લાભ રાજયના નાગરિકોને મળે તેવો રાજય સરકારનો ધ્યેય છે. આ યોજના અંતર્ગત દેશના 400 એરપોર્ટને જોડવામાં આવશે. જેમાં રાજયના 400 એરપોર્ટને જોડવામાં આવશે. જેમાં રાજયના 10 એરપોર્ટનો સમાવેશ છે.