રાજ્યની 74 નગરપાલિકામાટે ચૂંટણી, 6033 ઉમેદવારોનુ ભાવિનો ફેંસલો
Live TV
-
રાજ્યની 74 નગરપાલિકાની ચૂંટણી માટે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક મતદાન.
રાજ્યની 74 નગરપાલિકાની ચૂંટણી માટે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયું અત્રે ઉલ્લેખનીય છે કે, જાફરાબાદ નગરપાલિકા સંપૂર્ણ બિનહરિફ જાહેર થતાં 74 નગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ છે. 2064 બેઠકો માટે ભાજપના 1934, કોંગ્રેસના 1 હજાર 783 ,/ અને અપક્ષ 1 હજાર 793 /મળીને કુલ 6033/ ઉમેદવારો મેદાનમાં છે. બપોરે 2 વાગ્યા સુધી ગીર સોમનાથના કોડિનાર નગરપાલિકાની 28 બેઠકો માટે 50.46 ટકા મતદાન થયું હતું. તાપી જિલ્લાના ,સોનગઢનગરપાલિકામાં 50 ટકા, ધરમપુર નગરપાલિકા માટે 57 ટકા, પારડી નગરપાલિકા માટે બપોરે 2 વાગ્યા સુધી 47 ટકા મતદાન થયું છે. જામનગર જીલ્લાના કાલાવાડ નગરપાલિકા માટે 47.89 ટકા જામજોધપુરમાં 46.88 ટકા, મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું છે. સુરેન્દ્રનગર થાન નગરપાલિકા માટે 42.72 ટકા, સુરેન્દ્રનગર નગરપાલિકા માટે 31.59 ટકા મતદાન થયું છે. પાટણ જીલ્લાના ચાણસ્મામાં 56.96 ટકા હારીજમાં 55.34 ટકા અને રાધનપુર નગરપાલિકામાં 42.53 ટકા જેટલું મતદાન થયું છે. સાબરકાંઠા જિલ્લાની ઇડર નગરપાલિકા માટે 51.24 ટકા, ખેડબ્રહ્મા માટે 58 ટાક, પ્રાંતિજ માટે 59.31 ટકા અને તલોદ નગરપાલિકા માટે 61.14 ટકા જેટલું મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં થયું છે