પાટણ ભાનુભાઈ વણકર આત્મવિલોપન મામલો, નાયબ મુખ્યમંત્રીએ તપાસ પંચ નીમવાની આપી ખાતરી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની કેટલીક માગનો સ્વીકાર કર્યો હતો
પાટણમાં સામાજીક કાર્યકર ભાનુભાઈ વણકરના આત્મવિલોપન બાદ તેમના પરિવાજનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કેટલીક માગણીઓ રાખવામાં આવી હતી. જેને લઈ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની કેટલીક માગનો સ્વીકાર કર્યો હતો. નીતિન પટેલે જાહેરાત કરી હતી કે મૃતક ભાનુભાઈના પરિવારજનોને એટ્રોસિટી એક્ટ પ્રમાણે મળતી રૂપિયા 8 લાખની સહાયનો પ્રથમ હપ્તો રૂપિયા 4 લાખ તેમને આપવામાં આવશે.ભાનુભાઈને સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવારનો તમામ ખર્ચે એપોલો હોસ્પિટલને બારોબાર સરકાર દ્વારા ચુકવી દેવામાં આવશે, તો પરિવાજનોની જે જમીનને લઈ માગ હતી તે સ્વીકારવામાં આવી છે, અને તે પરિવારજનોના નામ પહેલા 7/12ના ઉતારામાં હતા નહીં તે હવે ઉમેરવામાં આવશે. આ કેસની તપાસ માટે પરિવારજનો કહે તે પ્રમાણે તપાસ કમિટી નીમવામાં આવશે. પરિવારજનો ઈચ્છે તો હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવશે અથવા તો SITની રચના કરી તપાસ કરવામાં આવશે, અને તપાસમાં જે પણ લોકો જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.