Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2019-20નું વિકાસલક્ષી બજેટ રજૂ

Live TV

X
  • છ નવા ફ્લાયઑવર તેમજ છ મોડેલ રૉડના વિકાસનો પ્રસ્તાવ

    અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અમૂલ ભટ્ટે વર્ષ 2019-20નું વિકાસલક્ષી અંદાજપત્ર આજે રજૂ કર્યું હતું. આ અંદાજપત્ર નાગરિકોને રાહત આપનારું અને સુવિધા વધારનારું છે. રૂ. 8051કરોડના આ બજેટમાં મિલકત વેરામાં કોઈ વધારો કરાયો નથી. તો ઝૂંપડીવિહીન શહેર બનાવવા કાર્ય યોજના ઘડાશે. ઉત્તર-પૂર્વ ઝોનના ગટર પ્રકલ્પોનાં કામોને અગ્રીમતા અપાશે. મનપાના કર્મચારી તથા અધિકારીઓ માટે કર્મયોગી આવાસ યોજનાનો પણ પ્રસ્તાવ છે. શહેરમાં છ નવા ફ્લાયઑવર તેમજ માર્ગો વિકસાવાશે. લાલ દરવાજા ટર્મિનસ અને માણેકચોકનો રૂ. 5 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરાશે. ધાર્મિક પ્રસંગે કાચા મંડપ વેરામાંથી મુક્ત રહેશે. ઇલેક્ટ્રિક વાહનોને 100 ટકા વાહનવેરામાંથી મુક્ત રખાયાં છે. આરોગ્ય ક્ષેત્રે એલ. જી. હૉસ્પિટલમાં આઈ. વી. એફ. સેન્ટર બનાવાશે અને શારદાબહેન હૉસ્પિટલનું રૂ. 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. દર્દીના સગાને હૉસ્પિટલમાં માત્ર રૂ.10માં ભોજન અપાશે. ચેરિટેબલ ટ્રસ્ટના ફિઝિયૉથેરેપી સેન્ટરને 70 ટકા રિબેટ અપાશે તેમજ મ્યુનિસિપલ બિલ્ડિંગમાં ચાલતા ટ્રસ્ટ દવાખાનાને 70 ટકા રિબેટ અપાશે. બજેટમાં રમતગમતને ઉત્તેજન માટે ટેનિસ કૉર્ટ, હૅલ્થ ક્લબ, સ્પૉર્ટ્સ સેન્ટર, ક્રિકેટ કૉચિંગ સેન્ટર, મહિલા ક્રિકેટ કપ વગેરેની જોગવાઈ કરાઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply