Skip to main content
Settings Settings for Dark

સુરત મહાનગરપાલિકાનું 5749 કરોડનું બજેટ મંજૂર

Live TV

X
  • શિક્ષણ સમિતિના બજેટમાં 14 કરોડનો કાપ

    સુરત મહાનગર પાલિકામાં કમિશનર એમ.થૈન્નારસન દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સુધારા વધારા કરીને સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા સાથેનું બજેટ મંજુર કર્યું છે. કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં 5598 સામે સ્ટેન્ડિંગ કમિટીએ 153 કરોડનો વધારો કરી 5749 કરોડનું બજેટ મંજૂર કર્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ અનિલ ગોપલાણીએ રજૂ કરેલા બજેટમાં કેપિટલ ખર્ચ 2514 કરોડથી વધારી 2668.30 કરોડ કરવામાં આવ્યો છે. સાથે જ શિક્ષણ સમિતિના બજેટમાં 14 કરોડનો કાપ મુકવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે, તમામ વર્ગ યુવા, મહીલાઓ, બાળકો, દિવ્યાંગો પર બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે. તેમજ સુરત પ્રવાસન સ્થળ બને તે માટેના પ્રયાસો પણ હાથ ધરાયા તેમણે વધુંમા ઉમેર્યું હતુ કે શહેરના બગીચાઓમાં મહીલાઓ યોગ માટે જગ્યા, યુવાઓ માટે વાઈફાઈ ઝોન, સાથે દરેક ઝોનમાં મોબાઈલ ટોયલેટ વાનની સુવિધાઓ પણ અપાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply