રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતમાં શીતલહેર
Live TV
-
નવસારી, સુરત, તાપીમાં ઠંડીનું મોજુ
દેશમાં શીતલલહેરનો પ્રકોપ વધતા, ઠંડીની સૌથી વધુ અસર, ઉત્તર ભારત સાથે ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. નવસારી શહેર અને જિલ્લામાં આજ વહેલી સવારથી ગાઢ ધુમ્મસનો માહોલ છવાયો હતો. તેને લીધે નવસારી શહેર અને રાજ્ય ધોરી માર્ગો સાથે નેશનલ હાઈવે નં ૪૮નો વાહનવ્યવહાર ધીમી ગતિથી ચાલી રહયો હતો તથા પશ્ચિમ રેલ્વેની દોડતી ટ્રેનોની રફતારમાં ઘટાડો થતા, રોજીંદા જનજીવન પર માઠી અસર પડી હતી. ગાઢ ધુમ્મસને પગલે દક્ષિણ ગુજરાતમાં હાલ આંબા પર કેરીના પાક માટે આવેલ મંજરીના પાકને લઇને ખેડૂતોમાં ચિંતા છવાઇ રહી છે
