Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર-ગરવી ગૂર્જરી દ્વારા હસ્તકલાના વારસાને ટકાવી રાખવા માટે હસ્તકલા પ્રદર્શન

Live TV

X
  • મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેમિનારમાં દેશવિદેશથી આવેલા કલાકારોએ ભાગ લીધો

    ગાંધીનગરમા મહાત્માં મંદિર ખાતે ગરવી ગૂર્જરી દ્વારા હસ્તકલાના વારસાને ટકાવી રાખવા માટે હસ્તકલા પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદેશ્ય હસ્તકલા ક્ષેત્રે સંકળાયેલા કારીગરોને નવી રોજગારીની તક મળી રહે તેવો છે. ઈન્ટરનેશનલ બાયર સેલર મીટ-2019માં પ્રદર્શનના બીજા દિવસે કુટિર ઉદ્યોગ મંત્રી જયેશ રાદડિયાએ મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનના અનુસંધાને મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સેમિનારમાં દેશવિદેશથી આવેલા કલાકારોએ ભાગ લીધો હતો. હસ્તકલા પ્રદર્શનમાં હાથશાળની કૃતિઓ, માટી કલાકારીની કૃતિઓ, આદિવાસી કલાકારો દ્વારા તૈયાર કરાયેલી વાંસની કલાકૃતિઓના વિવિધ સ્ટોલ ઉભા કરવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના હાથશાળ અને હસ્તકલા વિભાગ સાથે રાજ્યના અનેક કારીગરો જોડાયેલા છે. જેમાંથી આ પ્રદર્શનમાં 200 જેટલા કારીગરોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply