ગુજરાત કેબિનેટમાં લેવાયો નિર્ણય, રાજયમાં 24 કલાક બજારો ધમધમશે
Live TV
-
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી મંડળ દ્વારા કેટલાક સાંપ્રત મુદ્દાઓને લઈ ચર્ચા થઈ હતી.
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી મંડળ દ્વારા કેટલાક સાંપ્રત મુદ્દાઓને લઈ ચર્ચા થઈ હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ ક્ષેત્રે ગુજરાત સરકારે એક નવતર પગલું લીધું છે. દુકાનો અને સંસ્થા અધિનિયમ રદ કરીને, નવો શોપિંગ એન્ડ એસ્ટાબલીશમેન્ટ એક્ટ 2019નો કાયદો અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે, જે મુજબ નાના વેપારીઓ અને નાના ઔધોગિક એકમોએ વ્યવસાયનું રજીસ્ટ્રેશન એક જ વખત કરવાનું રહેશે. કેબિનેટે શ્રમ રોજગાર વિધેયકમાં સુધારાને મંજૂરી આપી છે, જે મુજબ ગુજરાતમાં રિટેલ બજારો હવેથી 24 કલાક ચાલુ રાખી શકાશે. ગુજરાતને બિઝનસ ફ્રેન્ડલી બનાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે, તેનાથી રોજગારીમાં વધારો થશે. નવા વિધેયક અનુસાર 100 કરતા વધુ કર્મચારીઓ કામ કરતા હશે ત્યાં કેન્ટીનની સુવિધા અપાશે. સાથે જ હવેથી મહિલાઓને સવારના 6 વાગ્યાથી
રાતનાં 9 વાગ્યા દરમ્યાન જ કામ પર રાખી શકાશે અને 30 કરતા વધુ મહિલાઓ હશે ત્યાં ઘોડિયાઘરની સુવિધા અપાશે તેવું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ હતુ. વધુમાં તેમણે ગુજરાતના અછત ગ્રસ્ત વિસ્તારો માટે 1010 કરોડની ઈનપુટ સબસીડી ચુકવાઈ છે તેમ પણ જણાવ્યુ હતુ અને 15 ફેબ્રુઆરીથી તળાવોને ઉંડા કરવાની કામગીરી હાથ ધરાશે તેની જાહેરાત કરી હતી.
