અમદાવાદ શહેરનું રુ. 9 ,685 કરોડ નું બજેટ થયું મંજુર
Live TV
-
આ બજેટ માં મહાનગર પાલીકા દ્વારા ,પ્રોપર્ટી ટેક્ષ, વોટર ટેક્ષ, વાહન વેરા સહિત ના વેરાઓ માં કોઇ પણ પ્રકાર નો વધારો કરવાંમાં આવ્યો નથી
વર્લ્ડ હેરીટેજ સીટી ,અમદાવાદ શહેર ના ,વિકાસ ને વેગ આપવા માટે ,મહાનગર પાલીકા ની ,સ્ટેડીંગ કમીટીએ ,આજે અમદાવાદ વાદ શહેર નું ,વર્ષ 2020-21 માટે નું ,રુ. 9 ,685 કરોડ નું ,બજેટ મંજુર કર્યું. મ્યુનિસિપલ કમિશ્નરે રજુ કરેલા ,રુ. 8 ,907 કરોડ ના અંદાજ પત્ર માં ,સ્ટેડીંગ કમીટી એ, વધુ વિકાસ ને વેગ આપવા માટે ,777 કરોડ ના સુધારા સુચવી ,બજેટ નું કદ રુ. 9685 કરોડનું કરવામાં આવ્યું. આ બજેટ માં મહાનગર પાલીકા દ્વારા ,પ્રોપર્ટી ટેક્ષ, વોટર ટેક્ષ, વાહન વેરા સહિત ના વેરાઓ માં કોઇ પણ પ્રકાર નો વધારો કર્યો નથી, જેથી મહાનગરના નાગરિકો પર ,કોઇ વધારા નું, ભારણ મુકવા માં આવ્યું નથી.
મહાનગર પાલિકા દ્વારા ,આવનારા નાણાકિય વર્ષ માં, ટ્રાફિક સમસ્યા ના ,સરલી કરણ કરવા માં ,આવશે, ભદ્ર કોર્ટથી ત્રણ દરવાજા સુધી ના સ્કવેર ને, સીટી સ્કવેર તરીકે ,વિકસાવવા માં આવશે, નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ,બનાવવા માં આવશે, શહેર ના ,પૂર્વ તથા પશ્ચિમ વિસ્તાર માં ,કાંકરીયા તળાવ ની ઢબે ,નવાં તળાવો વિકસાવવામાં આવશે, શહેર માં ,20 જગ્યાએ ,નવા અંડર પાસ, ફ્લાય ઓવર બિરજ બનાવવા માં આવશે, શહેર ના પૂર્વ વિસ્તાર માં ,નવો B.R.T.S.જનમાર્ગ ,જશોદા નગર થી ,વાંચ ગામ સુધી ,બનાવવા માં આવશે, આરોગ્ય માં ,7 નવા આધુનિક C.H.C. બનાવવા માં આવશે ,તથા સીનીયર સીટી જનો ને ,મોતીયા ના ઓપરેશન ,ફ્રીમાં કરી આપવા માં ,આવશે.શહેર ના મેયર, બિજલબેન પટેલ, ભાજપા પ્રભારી ,આઇ કે જાડેજા, ની હાજરી માં ,આ બજેટ ,સ્ટેડિંગ કમીટી ચેરમેન ,અમુલ ભટ્ટ દ્વારા ,રજુ કરવામાં આવ્યું હતું.
