ભાવનગર ખાતે રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સીએએના સમર્થનમાં યોજાઈ ભવ્ય રેલીઓ
Live TV
-
એક રેલીને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને વિભાવરીબેન દવેએ કરાવ્યું પ્રસ્થાન.બીજી રેલીને ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ પ્રસ્થાન કરાવ્યું.
ભાવનગર માં ,રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા ,CAA ના સમર્થન માં ,બે ભવ્ય રેલી નું ,આયોજન કરવા માં આવ્યું હતું.એક રેલી ને ,શિક્ષણ મંત્રી ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ,અને વિભાવરી બેન દવે એ ,પ્રસ્થાન કરાવી, તો બીજી રેલી ને ,ભાજપ પ્રદેશ અધ્યક્ષ ,જીતુ વાઘાણીએ ,પ્રસ્થાન કરાવી હતી. આ રેલી માં ,મોટી સંખ્યા માં ,લોકો જોડાયા હતાં. એમાં પણ, ૨ કિમી લાંબા તિરંગા સાથે ,આ રેલી માં જોડાયેલા ,રત્ન કલાકારો ના કારણે ,શહેર નો માર્ગ ,જાણે દેશ ભક્તિ ના રંગ માં, રંગાયો હોય ,તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ૪ કિમી લાંબી ,CAA ના સમર્થન માં યોજાયેલી રેલી માં ,વિવિધ સંસ્થાઓ, વેપારી એસોસિએશન, બાર એસોસિએશન, ડોકટર એસોસિએશન, શાળા-કોલેજ ના વિદ્યાર્થીઓ સહિત ,ઉદ્યોગપતિઓ અને હીરા ના કારખાનેદારો ,જોડાયા હતા.
