મહેસાણામાં સજીવ ખેતીથી ઉત્પાદિત ઘઉંની અમેરિકામાં થશે નિકાસ
Live TV
-
ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરતા મહેસાણા જિલ્લાના ખેડૂતો.વીસનગર તાલુકાના ખેડૂતોએ સરકારના આત્મા પ્રૉજેક્ટની મદદથી શરૂ કરી સજીવ ખેતી.આ પ્રકારની ખેતીથી ઉગેલા 70થી 80 મણ ઘઉંની અમેરિકા થશે નિકાસ.મળશે ઊંચા ભાવ.
સરકાર ના સતત પ્રયત્નો ને પગલે ,હવે ખેડૂતો ,સજીવ ખેતી તરફ વળ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લા ના ,વિસનગર તાલુકા ના ખેડૂતો એ ,નેચરલ સજીવ ખેતી શરૂ કરી. દેણપ ગામ ના ઘણા ખેડૂતો એ ,સજીવ ખેતી પદ્ધતિ અપનાવી ,ખેતી કરતા ,અહીં ના ઘઉં ની માગ ,અમેરિકા માં પણ ,ઉઠી રહી છે. આ ગામ ના ,બળવંતજી ઠાકોર ,કે ,જેમણે ,પોતાના ખેતર માં, એક એકર જમીન માં ,બંસી ઘઉં ના બિયારણ ની વાવણી કરી છે. બળવંતજી ના જણાવ્યા અનુસાર, તેમના ખેતર માં ,તેઓ કોઈ પણ જાતની ,રાસાયણિક દવા ,કે ખાતર વાપરતા નથી. તેઓ, ફક્ત છાણીયું ખાતર, જીવા મૃત, ગો મૂત્ર ,અને સેન્દ્રીય ખાતર નો જ ,પયોગ કરીને ,ઘઉંની ખેતી કરે છે. આ જ પ્રકારે ,આજ બંસી ઘઉં ની વાવણી કરી, તેમણે ગત વર્ષે, ઘઉં નો ,પ્રતિ મણ ,500 થી 900 સુધી, ભાવ મેળવ્યો હતો. તો આત્મા પ્રોજેક્ટના પ્રોજેકટ ઓફિસર ,કનુભાઈ પટેલ સાથે ,ટેલિફોનિક વાત માં જાણવા મળ્યું હતું ,કે ,આ ઘઉં નું સેમ્પલ, અમેરિકા માં ,પાસ થયું છે, અને ઘઉં નો ,પ્રતિ મણે ,ભાવ ,980 રૂપિયા, નક્કી કરાયો છે. બળવંતજી ના જણાવ્યા મુજબ ,આ વર્ષે ,તેમના ખેતર માં ,70 થી 80 મણ ઘઉં નો પાક થશે ,જે સમગ્ર જથ્થો ,અમેરિકા માં ,એક્સપોર્ટ થશે. આ જ ગામ ના બીજા ખેડૂત ,કાનજી ભાઈ પટેલ ,કે ,જેમણે ,તેમના ખેતર માં ,આંબા, ચીકુ, કાગદી લીંબુ, ખજૂરી, મોસંબી, કાજુ, બદામ, દાડમ , શાકભાજી, તેમજ બંસી ઘઉં ની ,સજીવ ખેતી કરી છે. આ માટે ,બાગાયત વિભાગ તરફ થી ,તેમને 7000 રૂપિયા ની ,સહાય પણ આપવા માં આવી છે.
