રાજ્યમાંથી ધીમા પગલે ઠંડી લઈ રહી છે વિદાય
Live TV
-
રાજ્યમાં હવે ધીમા પગલે ઠંડીની વિદાય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગઇકાલની સરખામણીમાં આજે મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉપર જઇ રહ્યો છે. આજે અમદાવાદનુ લઘુત્તમ તાપમાન 13.4, ડિસાનું 12.2 , વડોદરાનું 15, સુરતમાં 15.4, રાજકોટમાં 11.7 નોંધાયું હતું. જ્યારે સોથી નીચુ તાપમાન નલિયામાં 9.4 ડિગ્રી રહ્યું હતું. ગઇકાલના ઠંડીના પ્રમાણમા આજે સવારે આંશિક રાહત મળી હતી.
