કોરોના વાયરસનો ગુજરાતમાં કોઈ પોઝીટીવ કેસ ન હોવાની સત્તાવાર જાહેરાત
Live TV
-
કોરોના વાયરસને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હજી સુધી કોઈ પોઝિટીવ કેસ નોંધાયો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ચીનથી કુલ 930 મુસાફરો આવ્યા છે. જેમાંથી 246ને ઓબર્ઝવેશનમાં રાખવામાં આવ્યાં હતાં તેમાંથી 8 કેસની વિશેષ તપાસ કરાઈ હતી જેમાંથી 5 કેસ નેગેટિવ આવી ચુક્યાં છે જ્યારે ત્રણ કેસ પેન્ડિંગ છે. તેમણે વધુમાં લોકોને ભયભીત ન રહેવાની સુચનાની સાથે સાવચેતી રાખવાની અપીલ કરી છે.
