Skip to main content
Settings Settings for Dark

ડિજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે વધુ એક કદમ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ડીજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાત સરકારે વધુ એક નક્કર પગલુ ભર્યું છે. વીજ કોન્ટ્રાકટરના લાયસન્સ, વિવિધ પરીક્ષામાંથી મુક્તિ, લિફ્ટ અને
    એસ્કેલેટર પ્રભાગની તમામ કામગીરીઓ ઓનલાઈન કરાઈ હોવાની જાહેરાત ઊર્જા મંત્રી સૌરભ પટેલે કરી હતી...ઉર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જનહિતના લાભો સત્વરે મળી રહે તે આશયથી ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે..જેના ભાગરૂપે અનેકવિધ યોજનાઓનું ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે. ચીફ ઈલેકટ્રીકલ કચેરી દ્વારા રાજ્યમાં વિદ્યુત શુલ્ક માફીની અરજીઓ ઓનલાઈન પોર્ટલ ઉપર સ્વીકારવાનો તથા વિદ્યુત શુલ્ક માફી ઓનલાઈન આપવા અંગેની શરૂઆત તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા ,કરવામાં આવી છે. આ સેવાઓને વિસ્તૃત કરતા વીજ કોન્ટ્રાકટરના લાયસન્સ, વિવિધ પરીક્ષામાંથી મુક્તિ, લીફટ અને એસ્કેલેટર પ્રભાગની તમામ કામગીરીઓ ઓનલાઈન કરાઈ છે જેના થકી રાજ્યના નાગરિકોના સમયના બચતની સાથે કામગીરી વધુ વેગવાન બનશે. ઓનલાઇન અરજીઓ મંજૂર કરવાના આ પ્રોજેકટ અંતર્ગત તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૦ થી રાજયમાં વીજળી કોન્ટ્રાકટર તરીકેનું લાયસન્સ મેળવવા ઇચ્છુક અરજદારો ,તથા સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માંગતા અરજદારો, સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપવા માંગતા અરજદારોએ ,હવેથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજયમાં લીફટ અને એસ્કેલેટર્સનું સ્થાપન કરવા માટે, તેમજ લિફ્ટના લાયસન્સ મેળવવા ,તથા રીન્યુ કરવા અંગેની અરજીઓ પણ ,ઓનલાઈન કરવાની રહેશે. રાજયમાં નવા લીફટ સ્થાપન કરવા ઇચ્છતા નાગરીકોએ ,તેના નકશા મંજૂર કરાવી, લીફટની તપાસણી કરાવીને ,વર્કીંગ લાયસન્સ મેળવવાનું હોય છે. આ કામગીરી હવે ઓનલાઇન થતાં સૌને આ સુવિધાનો ઝડપી લાભ મળશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply