અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટું, હજુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ સહિતના જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.
મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેનો રદ કરવામાં આવી છે જેના કારણે અનેક મુસાફરો અટવાઈ ગયા છે.રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ફરી વળ્યું છે.તો રાજ્યમાં છેલ્લા છેલ્લા 24 કલાક દરમિયાન , 31 તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 17.67 ટકા નોંધાયો છે.જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં ,આઠ ઇંચ, કોડીનાર તાલુકામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે ગીર ગઢડાનો , દ્રોણેશ્વર ડેમ છલકાઈ ગયો હતો.
આજે અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.શહેરના થલતેજ, જજીસ બંગલો, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સત્તાધાર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.બીજી તરફ રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
