Skip to main content
Settings Settings for Dark

મોટીવાવડી ગામે 66KV સબ સ્ટેશનનું ઊર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે લોકાર્પણ

Live TV

X
  • રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીના મોટીવાવડી ગામે 7 જુલાઈએ 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ, ઊર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે મંત્રી સૌરભ પટેલે ઉપલેટાના ઢાક ગામે સ્કાય યોજના હેઠળ આવરી લેવાયેલા ફીડરના ખેડૂતો તથા સંબંધિત અધિકારીઓ સાથે પરિસંવાદ કર્યો હતો. સૌરભ પટેલે કહ્યું કે 'સ્કાય કિસાન યોજના' ખેડૂતોના લાભ માટે દેશમાં પ્રથમવાર અમલી બની છે. યોજના હેઠળ ખેડૂતો, સ્વયં પોતાના ખેતરમાં વીજળીનું ઉત્પાદન કરી, જરૂરિયાત પ્રમાણે વાપરે શકે છે અને બચત વીજળી વેચીને આર્થિક ઉપાર્જન મેળવે છે. 

    પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપલેટા તાલુકામાં આ યોજના મુકવામાં આવશે. સૌરભ પટેલે વધુમાં કહ્યું કે રાજ્યમાં રૂપિયા 870 કરોડના ખર્ચે 137 ફીડરમાંથી 175 મેગા વોટ વીજળી ઉત્પાદન થશે. મોટી વાવડી ગામે રૂપિયા 491 લાખના ખર્ચે બનેલા સબ સ્ટેશનથી 15 જેટલા ગામડાને વીજ પુરવઠો મળી રહેશે.સબ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં અધિકારીઓ, પદ્દાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply