સુરતઃ કાપડ માર્કેટના વેપારીઓએ વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ વિકસાવી, સ્થાનિકોને મળશે લાભ
Live TV
-
સુરત કાપડ માર્કેટના વેપારીઓનો પાણી પ્રેમ અને આગોતરા આયોજનના ભાગરૂપે વોટર હાર્વેસ્ટીંગ કરી માત્ર એક દિવસમાં 56 થી 60 હજાર લીટર પાણીનો સંગ્રહ કર્યો.
આખું વર્ષ આ પાણીનો સ્થાનિક લોકો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલાં સ્થાનિક વેપારીઓ દ્વારા બોરવેલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સફળતા ન મળતા, વેપારીઓએ ચાર વર્ષ પહેલા પાણીનું સ્તર સુધારવા માટે હંગામી ધોરણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું આયોજન કર્યું હતું.
તેમાં મહદઅઁશે સફળતા મળી અને પાણીનું સ્તર સુધરતા, આ વર્ષે પ્રોજેકટને મોટાપાયે કરવાનો નિર્ણય કર્યો હતો, જેના ફલ સ્વરૂપે ચાલુ વર્ષે એક જ વરસાદમાં વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટના પરીણામે એક દિવસમાં 56 થી 60 હજાર લીટર પાણીનો સંગ્રહ થવા પામ્યો છે. જેના કારણે પ્લાન્ટની આજુબાજુના વિસ્તારનું ખારુ પાણી પણ મીઠું થવા લાગ્યું છે. વેપારી સમુહની અપીલ છે કે, જો લોકો આ રીતે પોતાના ઘરે પણ વોટર હાર્વેસ્ટીંગ પ્લાન્ટ બનાવે, તો દર વર્ષે હજારો લીટર પાણીનો સંગ્રહ થાય અને પાણીની અછત કયારેય વર્તાય નહીં.
