જામગનર - આવાસ યોજના અંતર્ગત ગરીબોને મકાનની ફાળવણી કરાઈ
Live TV
-
પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઓવરબ્રિજ સહિતના વિકાસના કામો માટે રૂપિયા 94 કરોડ ફાળવવામાં આવ્યાં હતા
જામનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઓવરબ્રિજ સહિતના વિકાસના કામો માટે રૂપિયા 94 કરોડ ફાળવવામાં આવ્યાં હતા. જે અંતર્ગત આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 40 મીટર અને 50 મિટરના 876 આવાસોની, રાજ્યના મંત્રી આર.સી. ફળદુ, સૌરભભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચાવી સોંપવામાં આવી. સુવિધાસભર આવાસ મળતા લાભાર્થીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતે આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં જામનગરમાં કુલ સાડા છ હજાર જેટલા આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ અને ઘર વિહોણા લોકોને મકાનની ફાળવણી કરવામાં આવી છે.
