Skip to main content
Settings Settings for Dark

કચ્છ - હરામીનાળામાં પાક. બોટ સાથે ત્રણ ઘૂસણખોરોની અટકાયકત

Live TV

X
  • બીએસએફના જવાનો હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બપોરના સમયે પિલર નંબર 1166 પાસે તેમને પાકિસ્તાની બોટની હિલચાલ નજરે પડી હતી.

    કચ્છના ક્રિકવિસ્તારમાં આવેલા હરામીનાળામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે ત્રણ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી એક ફિશીંગ બોટ, માછીમારનો સામાન અને અન્ય કેટલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પીલર 1166 પાસેથી BSFએ પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 3 પાકિસ્તાનીને ફિશિંગ બોટ સાથે ઝડપી પાડ્યા હતા અને પૂછપરછમાં તેમના નામ શેરઅલી, સદામ હુસેન અને અલી મોહમંદ જાણવા મળ્યા હતા.કચ્છને પાકિસ્તાન સાથે જોડતા અતી સંવેદનશીલ એવા હરામીનાળા નજીકની જળસીમામાંથી બોર્ડર સિકયોરીટી ફોર્સે 1 પાકિસ્તાની બોટ સાથે 3 ઘુસણખોરોને ઝડપી પાડયા છે. હજુ 15 દિવસ પૂર્વેજ કચ્છની જળસીમામાંથી પાક બોટ સાથે 1 શખસ ઝડપાયો હતો ત્યાં ફરી અકેવાર પાક શખ્સો સાથેની ફિશીંગ બોટ ઝડપાતાં સુરક્ષા તંત્રોની હલચલ વધી ગઇ છે. બીએસએફના જવાનો હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બપોરના સમયે પિલર નંબર 1166 પાસે તેમને પાકિસ્તાની બોટની હિલચાલ નજરે પડી હતી. સતર્ક થઇ ગયેલા સીમા સુરક્ષા દળના જવાનોએ તરત જ ત્યાં ધસી જઇ પાક બોટને આંતરી લઇ તેમાં સવાર 3 ઘુસણખોરને પકડી તેમની પુછતાછ શરૂ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં આ બોટ માછીમારી બોટ હોવાનું અને પકડાયેલા શખસો માછીમાર હોવાનું ખુલતા સુરક્ષા તંત્રોએ આંશીક રાહત અનુભવી હતી. હાલતો પાકિસ્તાની બોટ અને તેમાં સવાર માછીમારોને કોટેશ્વરના દરિયાકાંઠે લાવવાની કવાયત આદરાઇ છે. ઝડપાયેલા પાક શખસોને સ્થાનિક પોલીસ ઉપરાંત બોટમાં મળેલ માલસામાન કસ્ટમ તંત્રને હવાલે કરવામાં આવશે. પકડાયેલા શખસો સિંધ પ્રાંતના સુજવાલ જિલ્લાના જીરો ગામના રહેવાસી છે, તેમના નામ શેરઅલી, સદામ હુસેન અને અલી મહોમદ હોવાનો જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છેકે હાલમાં ચોમાસાની સિઝન ટાંકણે દરિયો રફ બન્યો હોવા છતાં પાકિસ્તાનના માછીમારો જીવના જોખમે માછલી પકડવા આવતા હોય છે. અને સારી માછલી મળવાની લ્હાયમાં તેહઓ ભારતીય જળસીમામાં પણ અજાણતા ઘુસ આવતા હોય છે. પાકની ચૂંટણી અનુસંધાને બીએસએફે પેટ્રોલીંગ સઘન બનાવ્યું..ચાલુ માસની 25 તારીખે પાકિસ્તાનમાં ચૂંટણી યોજાનાર છે. પાકિસ્તાનમાં યોજાનાર ચુંટણીના કારણે સામેપારથી કોઇ નાપાક કારસ્તાનનુે અંજામ અપાય તેવી સંભવીત ભિતીને જોતાં બીએસએફે કચ્છની રણ અને દરિયાઇ સરહદે પેટ્રોલીંગને સઘન બનાવી દઇ સુરક્ષા જાપ્તો વધારી દીધો છે....
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply