Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શન ઈમ્પેક્ટઃ તળાવમાં માછલીઓના અપમૃત્યુ અંગેના અહેવાલ બાદ તંત્ર જાગ્યું 

Live TV

X
  • દૂરદર્શનના અહેવાલ પછી સ્થાનિક સત્તાધીશો બેબાકળા બની ઘટના સ્થળે પહોંચ્યા હતા.

    દૂરદર્શન ગિરનાર પર શુક્રવારે પ્રસારીત થયેલા મોડાસાના ઓઘારી તળાવમાં માછલીઓના અપમૃત્યુ અંગેના અહેવાલ બાદ તંત્રએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. દૂરદર્શનના અહેવાલ પછી સ્થાનિક સત્તાધીશો બેબાકળા બની ઘટના સ્થળે પહોંચ્યા હતા.

    મોડાસા નગર પાલિકાના સત્તાધિશો અને વહીવટી અધિકારીઓ ઓઘારી લેક પહોંચી ચૂનો નાખી પાણીને સ્વચ્છ કર્યું હતું. અબોલ જીવના મોતને લઇને પાલિકા તંત્રએ ગંભીરતા દાખવી બગીચાનો સ્ટાફ, સેનીટેશન વિભાગ તેમજ અન્ય વિભાગના સ્ટાફને કામે લગાવી કેમિકલ અંગે તપાસ કરાવી હતી. આ સાથે જ તળાવની અંદર અલગ અલગ ત્રણ જગ્યાએ ઓક્સિજનની પાઇપ મુકી ચુનાનો છંટકાવ પણ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply