જૂનાગઢ-વડોદરા મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
Live TV
-
જૂનાગઢ મહાનગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુરેશ પાનસુરિયાનો 899 મતે વિજય થયો છે.
ભાજપના આગેવાન અને પૂર્વ મેયર, જીતુભાઈ હિરપરાનું ,અકસ્માતે મૃત્યુ થતાં વોર્ડ નંબર, 15ની બેઠક ખાલી પડી હતી. જેમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર, ગોરધન સોજીત્રા સામે સુરેશભાઈનો વિજય થયો છે.
દરમિયાન વડોદરા, મહાનગર પાલિકા, વોર્ડ નંબર -11ની પેટા ચૂંટણીમાં સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર, શકુંન્તલાબેન સોલંકીનો 4100 કરતા વધુ મતે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના શ્વેતા મહેતાની હાર થઈ હતી.
