આણંદઃ રાજ્ય સરકાર-અમૂલની મદદથી સંજયભાઈ રબારીએ નારાયણ ફાર્મ વિકસાવ્યું
Live TV
-
આ પશુપાલક વાર્ષિક 70 થી 75 લાખનું ટર્ન ઓવર કરીને 16 થી 17 લાખનો નફો કમાય છે.
આણંદ અમૂલ ડેરી અને ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગના સહયોગથી સંજયભાઈ રબારીએ પશુપાલન માટે તબેલો બનાવ્યો છે.
એમ.એસ.સી. એગ્રીકલ્ચર સુધી અભ્યાસ કરનાર સંજયભાઈ રબારીએ 24 લાખની લોન લઈ નારાયણ ફાર્મ વિકસાવ્યું છે. જેમાં ગીર અને શંકર સહિત 90 ગાયો પાળે છે. તેઓ પશુ ઉછેર અને માવજત પાછળ આધુનિક સાધનનો ઉપયોગ કરે છે. તેઓ મીલ્ક મશીન દ્વારા દૂધ દોહવાનું કાર્ય કરે છે. તેઓને મિલ્કી મશીન , પશુ દાણ , દૂધ લઈ જવા. ટેન્કરની વ્યવસ્થા, ઇમરજન્સી પશુ સારવાર અમૂલ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
