Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેર અને જિલ્લામાં બર્ડ ફ્લુને રોકવા સઘન સર્વેની કામગીરી

Live TV

X
  • તકેદારીના ભાગરૂપે કાંકરિયા અને નળ સરોવરમાં આવેલ યાયાવર પક્ષીઓના 250 જેટલાં સેમ્પલ પરીક્ષણ અર્થે ભોપાલ વાઈરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાથી એક પણ પક્ષીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ નથી.

    સમગ્ર દેશમાં  બર્ડ ફ્લુની દહેશતના પગલે ગુજરાતમાં સંભવિત રોગચાળાને નાથવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદ જીલ્લામાં રજીસ્ટર્ડ થયેલા 54 જેટલાં પોલ્ટ્રી ફાર્મમાં અગમચેતીના ભાગરૂપે સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ જીલ્લા પશુપાલન શાખાના નાયબ નિયામક સુકેતુ ઉપાધ્યાયે જણાવ્યું કે, તકેદારીના ભાગરૂપે કાંકરિયા અને નળ સરોવરમાં આવેલ યાયાવર પક્ષીઓના 250 જેટલાં સેમ્પલ પરીક્ષણ અર્થે ભોપાલ વાઈરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાથી એક   પણ પક્ષીનો રીપોર્ટ પોઝીટીવ આવેલ નથી. તેથી હાલની પરિસ્થિતિએ કોઈ  પણ શંકાસ્પદ પક્ષી નોંધાયેલ નથી.

    અમદાવાદ જીલ્લામાં કુલ 16 ટીમો દ્વારા 60 થી વધુ પશુ ધન નિરીક્ષકો દ્વારા સતત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોઈ પણ જગ્યાએ 10 કે તેથી વધુ પક્ષીઓના મૃતદેહ મળે તો તુરંત જ પશુપાલન અને વન વિભાગને જાણ કરવાની નાગરીકોને સુચના અપાઈ છે.   

    કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરુરી દવાઓ અને સાધનો સાથે પશુપાલન અને વન વિભાગની ટીમો ખડે પગે સેવામાં તૈયાર છે. કોઈ પણ શંકાસ્પદ પક્ષી દેખાય તો સરકારી ગાઈડલાઈન્સ મુજબ તકેદારીના પગલાં લેવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply