Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલને મળી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ

Live TV

X
  • શોપિંગ ફેસ્ટીવલમાં મુલાકાતીઓ અને ખરીદદારોને વધુને વધુ સુવિધા મળે તેની ચર્ચા કરવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના અધ્યક્ષ સ્થાને વધુ એક બેઠક યોજાઈ

    અમદાવાદને આંગણે યોજાઈ ઉજવાઈ રહેલા શોપિંગ ફેસ્ટીવલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.જેને ધ્યાનમાં રાખીને મુલાકાતીઓ અને ખરીદદારોને વધુને વધુ સુવિધા મળે તેની ચર્ચા કરવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના અધ્યક્ષ સ્થાને વધુ એક બેઠક યોજાઈ હતી.બેઠકમાં કમિશનરશ્રી નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલમાં ખરીદીને સાથે અસંખ્ય ઈનામો, બમ્પર ડ્રો ઈનામો અને બમ્પર ડ્રો રાખવામાં આવ્યું છે. જેના લાભ માટે દરેક ખરીદદાર ખરીદીની સાથે સાથે અચૂક પોતાની ઈનામી કૂપન લેવાનો દુકાનદાર પાસે આગ્રહ રાખે.મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલને પ્રજાજનો માટે ખુલ્લો મૂકાયો હતો.જેમાં અત્યાર સુધી રૂપિયા 37 પોઇન્ટ 65 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. અને ગ્રાહકોને 7 લાખ 24 હજાર 51 લકી ડ્રો કુપનોનું વિતરણ કરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply