Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ- સુરત સિવાય રાજ્યમાં એસટી બસ શરૂ

Live TV

X
  • સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી દોડશે, નાની બસમાં 18 જ્યારે મોટી બસમાં 30 મુસાફરો બેસી શકશે

    રાજ્યમાં એસટી બસને અમદાવાદ અને સુરત સિવાયના અન્ય જિલ્લાઓમાં મંજૂરી આપવામાં આવી છે. બુધવારથી સમગ્ર રાજ્યમાં એસટી બસ શરૂ થઈ રહી છે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સેવા શરૂ કરવામાં આવશે. ગાંધીનગરથી અમદાવાદ અને આંતરરાજ્ય બસ સેવા સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.  જેમાં મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 મુસાફરો મુસાફરી કરી શકશે. આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે તમામ બસ સ્ટેન્ડ પર થર્મલ સ્કેનર દ્વારા મુસાફરોનું તાપમાન માપવામાં આવશે. તમામ મુસાફરોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. જો કોઇ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો તેને બસમાં બેસવા દેવામાં આવશે નહીં. કોઇ પણ પ્રવાસી
    બસમાં બેઠાં પછી બારીમાંથી બહાર થૂંકી શકશે નહીં અથવા પાનની પીચકારી મારી શકશે નહીં.આ સિવાય ટિકિટ પણ ઓનલાઈન બુક કરાવવી પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply