Skip to main content
Settings Settings for Dark

લૉકડાઉનના કારણે સોમનાથ ટ્રસ્ટની આવકમાં ધરખમ ઘટાડો

Live TV

X
  • પહેલા દર મહિને 3 કરોડની આવક સામે હાલ મહિને માત્ર 2 લાખની જ આવક, હાલ ભાક્તો માટે ઓનલાઈન દર્શનની સુવિધા

    સમગ્ર દેશમાં કોરોના મહામારીના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે વેપાર ધંધા બંધ છે. તેની અસર લોકોના વેપાર, ઉદ્યોગ, ખેતી સહિતના આવકના સાધનો ઉપર પડી છે. આવી જ અસર દેશના સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ
    સોમનાથ મહાદેવ મંદિરની આવક પર પણ પડી છે. લોકડાઉનના પગલે તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ હતો. આ સાથે સમગ્ર ધાર્મિક સ્થળોને પણ લોકોના દર્શન માટે બંધ રખાયા હતા. જેના લીધે ગીર સોમનાથના સુપ્રસિદ્ધ યાત્રાધામ
    સોમનાથ મહાદેવ મંદિરની આવકમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે. સોમનાથ મહાદેવ મંદિરમાં લોકડાઉન પહેલા માસિક ત્રણ કરોડ રૂપિયાની આવક હતી. જે હાલ ઓનલાઈન દર્શન થતાં હોવાથી માત્ર બે લાખની આવક થઈ ગઈ છે. આ
    મહામારીમાં વહીવટી તંત્ર સાથે લોકોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ ખડે પગે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply