અમદાવાદ: 42 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ફીના મહત્તમ દર નક્કી
Live TV
-
ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને મોટો નિર્ણય કર્યો છે... તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારા-ધોરણ નક્કી કરી લીધા છે. આ માટે તંત્રએ 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી છે..
નક્કી કરાયેલા ફી પર નજર કરીએ તો AMC દ્વારા રિફર કરાયેલા અને પોતાની રીતે સારવાર માટે જતા દર્દીઓ માટે અલગ અલગ ફી નક્કી કરી છે...AMC દ્વારા રિફર કરાયેલા દર્દીઓને જનરલ વોર્ડમાં ખાલી બેડ 720 રૂપિયા પ્રતિદિન, તો ભરેલો બેડ 4500 રૂપિયા પ્રતિદિન...HDUમાં ખાલી બેડ 1080 રૂપિયા પ્રતિ દિન, તો ભરેલો બેડ 6750 રૂપિયા પ્રતિ દિન...આઇસોલેશન + ICUમાં ખાલી બેડ 1440 રૂપિયા પ્રતિદિન, ભરેલો બેડ 9000 રૂપિયા પ્રતિદિન...વેન્ટિલેશન + આઈસોલેશન + ICUમાં ખાલી બેડમાં સારવાર માટે 1800 રૂપિયા પ્રતિદિન તો ભરેલા બેડ માટે 11250 રૂપિયા પ્રતિદિન મહત્તમ નક્કી કરવામાં આવ્યા છે...
તો પોતાની જાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા ઇચ્છુક દર્દીઓ માટે જનરલ વોર્ડની ફી પ્રતિ દિન 10,000 રૂપિયા...HDU વોર્ડમાં ફી પ્રતિદિન 14,000...આઈસોલેશન + ICU વોર્ડમાં પ્રતિદિન ફી 19,000 અને વેન્ટિલેશન + આઈસોલેશન + ICU વોર્ડ માટે પ્રતિદિન 23,000 ફી (મહત્તમ) ચૂકવવી પડશે...
