ધોરણ 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.69 ટકા પરિણામ
Live TV
-
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, પરીક્ષા લેવામાં અને પરિણામ જાહેર કરવામાં ગુજરાત આગળ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બો્ર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયુ છે, જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવ્યુ હતુ. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિણામ જાહેર કરતા, પાસ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી , અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી વધુ સફળતા માટે શુભેચ્છા આપી હતી. ધોરણ 12 સાયન્સનું કુલ પરિણામ 71.34 ટકા આવ્યુ છે, જેમાં સરેરાશ 71.69 ટકા વિ્દ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે, તો 70.85 ટકા વિ્દ્યાર્થીનીઓ પાસ થઇ હતી. સૌથી વધુ પરિણામ ધ્રોલ સેન્ટરનું 91.42 ટકા આવ્યુ છે. સૌથી ઓછુ પરિણામ 23.2 ટકા લીમખેડા સેન્ટરનું છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો, સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લામાં 84.79 ટકા આવ્યુ છે. તો સૌથી ઓછુ પરિણામ 32.64 ટકા છોટા ઉદેપુર સેન્ટરનું આવ્યુ છે.
* ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 44 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
*2,576 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ
* 9,637 વિદ્યાર્થીઓને B1, જ્યારે 17,174 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો.
* 71.69% વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ
* 70.85% વિદ્યાર્થિનીઓ થઈ ઉતીર્ણ
* સૌથી વધુ જામનગરના ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા પરિણામ
* રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.69 ટકા પરિણામ
* 36 શાળાનું પરિણામ 100 ટકા જાહેર
* 44 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા
* 2576 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ
* શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું,
* "પરીક્ષા લેવામાં અને પરિણામ જાહેર કરવામાં ગુજરાત આગળ"
