અમદાવાદ: AMA ખાતે બિઝનેસ આત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોની સફળતાને એવોર્ડ દ્વારા કરાયા સન્માનિત
Live TV
-
અમદાવાદ: AMA ખાતે બિઝનેસ આત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોની સફળતાને એવોર્ડ દ્વારા કરાયા સન્માનિત
અમદાવાદમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ફોકસ ઓનલાઇન સંસ્થા દ્વારા બિઝનેસ આત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોની સફળતાને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં જુદા જુદા ક્ષેત્રોના 15 થી વધુ વ્યક્તિઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાના વ્યક્તિગત સંઘર્ષથી સમાજમાં આગવું યોગદાન આપનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા માટે મળતું સન્માન, સમાજ માટે પ્રેરણાદાયિક શક્તિ બની રહે છે અને સૌના સાથ અને સૌના વિકાસના ભાવથી આગામી યુવા પેઢીને માર્ગદર્શન મળે છે અને તેઓ પોતાની મંઝિલ તરફ એક ડગલું આગળ વધે છે ત્યારે આ એવોર્ડ મેળવનાર વ્યક્તિઓ સમાજ માટે પ્રેરણા રૂપ છે. તેમ ધારાસભ્ય ડોક્ટર હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું. સંસ્થાના સહ-આયોજક અને શિક્ષણવિદ પ્રાચી ગોવિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ અને કારકિર્દી બંને સમાજના અભિનય અંગ છે ત્યારે આ ક્ષેત્રમાં યોગદાન આપનારા વ્યક્તિઓને ઉચિત સન્માન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગકારો અને શિક્ષણવિદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
