પોરબંદરઃ Wet Land વિસ્તારોમાં બે દિવસીય પક્ષી ગણતરી યોજાઈ
Live TV
-
પોરબંદરઃ Wet Land વિસ્તારોમાં બે દિવસીય પક્ષી ગણતરી યોજાઈ
સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા વચ્ચે માધવપુર અને પોરબંદર પક્ષીપ્રેમી માટે અગત્યનું છે. અહીં પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. પોરબંદર જિલ્લાના Wet Land વિસ્તારોમાં ત્રીજી અને ચોથી ફેબ્રુઆરી એમ બે દિવસીય પક્ષી ગણતરી યોજાઈ હતી. Bird Conservation Society Gujarat દ્વારા સતત ત્રીજા વર્ષે પોરબંદરમાં પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે દેશભરમાંથી અંદાજિત 60 જેટલા પક્ષી પ્રેમીઓ આ પક્ષી ગણતરી અભિયાનમાં જોડાયા હતા. પોરબંદર જિલ્લામાં પહેલાની સરખામણી હવે પક્ષીઓનું આગમન વધુ માત્રામાં થઈ રહ્યું છે.
