વડોદરા: એમ.એસ. યુનિવર્સીટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
વડોદરા: એમ.એસ. યુનિવર્સીટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો
વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો. પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, એમ.એસ. યુનિ.ના કુલાધિપતિ રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ, કુલપતિ ડૉ.વિજયકુમાર શ્રીવાત્સવ, રજિસ્ટ્રાર ડૉ. કે.એમ.ચુડાસમા અને ઓનલાઇનના માધ્યમથી ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની ઉપસ્થત રહ્યા હતા. વિધાર્થીઓ કરતા વધુ વિદ્યાર્થીનીઓ ગોલ્ડમેડલ મેળવવામાં સફળ રહી હતી.
એમ.એસ. યુનિવર્સીટીના 72મા પદવીદાન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, કુલાધિપતિ અને કુલપતિના હસ્તે વિધાર્થી અને વિધાર્થીનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ગોલ્ડ મેડલ મેળવનાર અને ઉત્તીર્ણ થનાર વિધાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. પદવીદાન સમારોહમાં કુલ 13599 વિધ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી. જેમાં પી એચ ડીના 70, માસ્ટર ડિગ્રીના 2931, બેચલર ડિગ્રીના 10,007 અને પોસ્ટ ગ્રેજ્યુએટના 591 વિધ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. પદવીદાન સમારોહમાં 221 વિધાર્થીઓને 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. જેમાં વિવિધ ફેકલ્ટીના 76 જેટલા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેડવ્યા છે. આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ મેડલ મેળવવામાં અગ્રેસર રહી હતી. 132 ગોલ્ડમેડલ વિધાર્થીઓ અને 231 ગોલ્ડ મેડલ વિધાર્થીનીઓએ મેળવ્યા છે.
