અમરેલીઃ આંબરડી ખાતે નવોદિત રેસ્ક્યૂ સેન્ટર પાર્કનું વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા હસ્તે ઉદ્દઘાટન
Live TV
-
અમરેલીના ધારીમાં આંબરડી પાર્ક ખાતે 65 લાખના ખર્ચે તૈયાર થયેલા રેસ્ક્યૂ સેન્ટરનું વનઅને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. અભ્યારણ્ય વિસ્તારમાં બીમાર પડતા અથતા તો ઇજાગ્રસ્ત થતા પ્રાણીઓને આ રેસ્ક્યૂ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવશે.અત્યાર સુધી પ્રાણીઓની સારવાર માટે જસાધાર સ્થિત રેસ્ક્યૂ સેંટર સુધી લંબાવવું પડતું હતું. પણ હવે આંબરડી પાર્ક ખાતે જ સેન્ટરની શરૂઆત થતા પ્રાણીઓને ઝડપથી સારવાર મળી રહશે.ઉદ્દઘાટન સમયે વનમંત્રી ઉપરાંત ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યાં હતા.
